મારા બોલ્યા સામું જોઇ શાંમ રે, રોશ રખે ધરતા તે રામ રે ૧/૧

મારા બોલ્યા સામું જોઇ શાંમ રે, રોશ રખે ધરતા તે રામ રે,

કોય નવ્ય સરે જો કામકે, આવીને આ ભવમાં,

મોટા મન ધરજો ધીર રે, ગુણવંત ગુણના ગંભીર રે,

ઉનું ટાઢું થાયે થોડું નીરકે, તવાઇને તવ્યમાં રે. ૧

અમારા છે અવગણીયા અનેક રે, હરિ હૈયે આણશોમાં એક રે.

અધમ ઓધારણ જે ટેક કે, પાલજયો તે પ્રીતશું રે.

વડાને નવ્ય લાગે વિકાર રે, જેની મતિ અપરમપાર રે.

નવ્ય થાયે કેણે નિરધાર કે, આ દેશ અજીતશું રે. ર

વજ્રને જેમ વિઘ્યું નવ્ય જાયેરે, વેધતલ સામું વેંધાયે રે.

અનેક જો કરીયે ઉપાયે કે, નિશ્ચે નિષ્ફળ છે રે.

શશિ જેમ શિતળ આપ રે તેને તન લાગે નહીં તાપરે.

પરસે નહિ પુન્યને પાપ કે, નાથ નિરમલ છે રે. ૩

દિસો છો કાંયે દલના દયાળ રે, દીનબંધુ દીન પ્રતિપાળ રે.

નટવર નંદગોવાળ કે, નિરખી નયણાં ઠર્યાં રે.

નિષ્કુળાનંદના સ્વામી રે અલબેલા અંતર જામી રે.

તમને નિરખી સુખ પામી કે, સર્વે કારજ સર્યા રે. ૪

મૂળ પદ

મારા બોલ્યા સામું જોઇ શાંમ રે, રોશ રખે ધરતા તે રામ રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી