માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે૧/૧૨

પેલી પ્રિયા સંગ પરહરિયેરે સાધુજી એઢાળ.

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે. સા.

સર્વે શાસ્ત્ર જોયા મેં તપાસીરે. સા.

શિયળ અંબફળ સુખ રાશીરે. સા. ર

નવ વાડ્યો પાળો નરનારીરે. સા. કહું નવે વાડ્ય વિસ્તારી રે. સા. ૩

પેલે પ્રિયાનો સંગ પરહરિયેરે. સા.

બીજે નારીશું વાત ન કરિયેરે. સા. ૪

ત્રીજે નારી આસને ન વસવુંરે. સા. ચોથે ન હેરવું ન હસવુંરે. સા. પ

પાંચે ભિત અંતર પરહરિયેરે. સા.

છઠે ભોગવ્યાં સુખ ન સમરીયેરે. સા.૬

સાતમે સરસ રસ પરહરવોરે. સા.

આઠમે અધિક આહાર ન કરવોરે. ૭

નવમે શોભા ન કરવી શરીરે. સા.

ક્યું નિષ્કુળાનંદ એમ વીરેરે. સા. ૮

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી