સિધારથ સુત એમ ઉચરે, તશળાદેવીનો પુત, ૪/૧૨

સિધારથ સુત એમ ઉચરે, તશળાદેવીનો પુત,

નહીં રહે કોઇ નીમમાં, જે કેડ્યે રેશે કપુત.

વાડ્ય ત્રીજી.

ત્રીજે નારીનું આસન ત્યાગીરે. અળગારો.

વશાયે વેગળા વીતરાગીરે. અ. ૧

ખાટપાટ પાટલો જેહરે. અ. ત્રિયા આસન તજીયે તેહ રે. અ. ર

વણસે કસ્તુરી વાસ લસણેરે. અ.

જાય શિયળ નારી આસનેરે. અ. ૩

માટે ઠરવું નહીં એહ ઠામરે. અ. બે ઘડી વિતે કરવો વિરામરે. અ. ૪

લોપી વચન ચાળે જે ચડશેરે. અ.

તેને મોટું વિઘન માથે પડશેરે. અ.પ

એનો જતિ ત્યાગે આનંદરે. અ. નિશ્ચે કે એમ નિષ્કુળાનંદરે. અ. ૬

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી