વિવિધ પ્રકારે વરણવી, ક્યું કેવળીયે કરી હીત, ૫/૧૨

વિવિધ પ્રકારે વરણવી, ક્યું કેવળીયે કરી હીત,

પાછળ વ્રત કોઇ પાળશે, એવી પડતી નથી પ્રતીત.

વાડય ૪ ચોથી રાગ ગરબી.

મારી સાર લેજો અવીનાશીરે એ ઢાળ.

ચોથી વાડ્ય કહે કેવડીરે, સુણો સાધુ શિયળ વૃત વળીરે.૧

નયણે કરી નારીને જે જોશેરે, તેતો કીધી કમાણીને ખોશેરે. ર

જેમ રેનીમ જોઇ રાઝૂલરે, ગયું જ્ઞાનને ધ્યાન તે પળરે. ૩

રત્નાદેવી જોઇ જ નૃપરે, પડયો ભવ કુપ નારીને નીરખેરે. ૪

ગળીત પળીત ન જોવી નારીરે. જુવા કેમ જુવે વ્રતધારીરે. પ

જોયે જુવતિ પામશો જોખોરે, કહે નિષ્કુળાનંદ થાશે ધોખોરે. ૬

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી