પાંચે ભીત અંતરે ન રૈયેરે, રૈયે તો વાતે વિહવળ થૈયેરે૬/૧૨

વાડ્ય પ પાંચમી

પાંચે ભીત અંતરે ન રૈયેરે, રૈયે તો વાતે વિહવળ થૈયેરે. ૧

ઝીણે સ્વરે ગાતિ હોય ઘરમાંરે, કરે કંકણ શબ્દ કરમાંરે. ર

તેને સાંભળીને આવે તાનરે, તિયાં નહીં વસવું નેદાનરે. ૩

તિયાં વસે તો થાયે વણાસરે, પછે નાવે શિયળની મીઠાશરે. ૪

ચુકે ધ્યાન ને ન રહે ધીરરે, તેહ માટે ક્યું મહાવીરરે. પ

એમ આગે ક્યું કેવળીરે, કહે નિષ્કુળાનાંદ તે વળીરે. ૬

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી