વાડય નવમીયે ન કરીયેરેકે, શોભા સાધુ અંગે૧૦/૧૨

વાડ્ય ૯ નવમી

વાડય નવમીયે ન કરીયેરેકે, શોભા સાધુ અંગે,

ચુઆ ચંદન ચરચીરેકે, રાચીયે નહિં રંગે. ૧

કસબાળાં કોરાંરેકે, તારાળાં તેહ મેલો,

ઝીણા શાલ દુસાલારેકે, મખમલ મેલી ખેલો.ર

કુંમકુંમ કસ્તુરીકે, કેવડા કુસુમ કૈયે,

મતવંત વિતરાગીરેકે, એથી દૂર રૈયે. ૩

તેલ ફૂલેલ અતરરેકે, સુગંધી સૌ તજીયે,

પટ ફાટે તુટેરેકે, પરમેશ્વર ભજીયે. ૪

એમ નવ પ્રકારેરેકે, રેશે કોઇ નરનાર્ય,

પછે પ્રભુ પ્રતાપેરેકે, ઉતરશે ભવ પાર્ય. પ

એ ગમતું અમારુંરેકે, માનો મહાવીરે ક્યું,

કહે નિષ્કુળાનંદરેકે, સાચે એ સંતે લયું. ૬

મૂળ પદ

માહાવીર કહે મહંતોરે સાધુજી, સુણો શિયળવ્રત સહુ સંતોરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી