સારા શોભો છોરે, રૂડા રૂપાળા રંગરેલ.૪/૪

સારા શોભો છોરે, રૂડા રૂપાળા રંગરેલ. સા.

અતિ ઘણું અલબેલ. સા. સંત સભામાંઇ સામ. સા.

મારા પીયુ પૂરણ કામ. સા. ૧

નાતા નિર્મળ નીર. સા. ચરચે ચંદને શરીર. સા.

જુકતે જમતાં જીવનપ્રાણ. સા. શિતળ જળ પીતાં સુજાણ. સા. ર

મુનિ પંગત્યમાં નાથ. સા. લઇ લટકે લાડુ હાથ. સા.

પુજ્યા પોતાને આશ્રિત. સા. હરિજનનાં હરવા ચિત. સા. ૩

મળવા મુનિને માહારાજ. સા. સૌને સુખ દેવાને કાજ. સા.

ધન્ય ધરમના નંદ. સા. નિરખી કે નિષ્કુળાનંદ. સા. ૪

મૂળ પદ

વાલા લાગો છો રે મારા મન માન્‍યા મોહન.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી