પાછી આપો તમારો પાડરે, મારી ધોરાજીની ધાબળી. ૧/૧

રાગ પરજ પદ-૧-૧૯પ

પાછી આપો તમારો પાડરે, મારી ધોરાજીની ધાબળી.

સુતાં બેઠાં સાંભળે મુને ધાબળી ધોળી ફૂલ.

દશ રૂપૈયા દેતાં ન મલે, એવી હતી અમૂલરે. મા. ૧

સુંવાળીને સુતર સરખું, ઝીણા પોતી જોર,

ડોસે ભકતે દેહ મૂકયો, ભાઇ તેણે બાંધી'તી કોરરે. મા. ર

ચોળ રંગની ચટકીદાર, ઉન હતી અનુપ,

ઝીણી ઝીણી ત્રિબે ખીલી, તેમાં થૈ તદરૂપરે. મા. ૩

કાળી રુપાળી કોરે શોભે, લોભે જોઇ મન,

ઓઢી બેસતાં અંતર માંઇ, ખરચું ન ખટકે ધનરે. મા. ૪

પાઠ કીધાનું પુસ્તક દીધું, લીધું તેનું ધન,

કાલાવાલા કોડય કર્યા છે, તે જાણે છે મારું મનરે. મા. પ

એકના અઢી રોકડા આવ્યા, બીજાના આવ્યા બે,

અરધો જેમ તેમ જોડયો, એ પાંચ પુરાની છે રે. મા. ૬

કામળી બળતી કેમ દેખાશે, થાશે મારું મરણ,

બાળોમાં એ બાંધી મૂકો, માંડ ફરે પ્રકરણરે. મા. ૭

અજાણે હું તો ઓઢી આવ્યો, કળ ન પડી કાંયે,

હવેની જો હાથ આવે તો, ઘાલું હું ગોદડી માંયેરે. મા. ૮

આજ પછી તો એમ નહિ કરું, ખૂબ વળી છે લાજ,

નામું વાળું તો નરસું લાગે, આપો પાછી આજરે. ૯

ધાબળી રાંડ ધુંધવી ઉઠી, ખમી ન શકી ખોટય,

બળતી જળતી બોલવા લાગી, લઇ મોટાની ઓટયરે. મા. ૧૦

મૂળ પદ

પાછી આપો તમારો પાડરે, મારી ધોરાજીની ધાબળી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી