શ્રી રામ રામ વાયક વિવેકસું ઉચારિયે.૧/૮

શ્રી રામ રામ વાયક વિવેકસું ઉચારિયે.

શ્રી રામ રામ દીઠુંને અદીઠું તે વિચારિયે. ૧
શ્રી રામ રામ હક બક બોલી ન બગાડીયે.
શ્રી રામ રામ વચનના લોહ ન લગાડીયે. ર
શ્રી રામ રામ વચન વિકટ બહુ બાણથી.
શ્રી રામ રામ તનને ન ટાળે ટાળે પ્રાણથી. ૩
શ્રી રામ રામ જેણે કરી દાઝે કોયના દિલમાં.
શ્રી રામ રામ એવું ન બોલીયે કોયે પળમાં. ૪
શ્રી રામ રામ સેજે સત્ય અસત્ય જણાવિયે.
શ્રી રામ રામ જીભાયે તે ઝેર નહિ વાવિયે. પ
શ્રી રામ રામ પ્રથમ આતમ ભાવ ધારિયે.
શ્રી રામ રામ વળતાં તે વચન ઉચારિયે. ૬
શ્રી રામ રામ કેવું જે ઘટે તે કહીયે ખરું.
શ્રી રામ રામ માન્યમાં ન આવે તો મેલો પરું. ૭
શ્રી રામ રામ નિષ્કુળાનંદ નિમ રાખીયે.
શ્રી રામ રામ વચન વિવેક કરી ભાંખીયે. ૮

મૂળ પદ

શ્રી રામ રામ વાયક વિવેકસું ઉચારિયે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી