હવે કહું ગુણ ગંધ કેરોરે, શુભ અશુભ વાસમાં વેરોરે૫/૭

હવે કહું ગુણ ગંધ કેરોરે, શુભ અશુભ વાસમાં વેરોરે.
એકવાસે નાશે નિષ્કામરે, ભુલી આતમાને ભજે ભામરે. ૧
ચુવા ચંદન તેલ સુગંધિરે, અંગે અરચા અત્તર સંબંધીરે.
આવી ચરચે વિષયી જો જનરે, તેણે ન રહે નિરમલ મનરે. ર
માને સુખને સુંઘે શરીરરે, પછે ન રહે ધારણા ધીરરે.
માટે સુંગંધિ સમજીને લેવીરે, હોય પાપીની તો પાછી દેવીરે. ૩
જેમાં યોગીને થાય છે જ્યાનરે , અંગે વાધે અતિ અભિમાનરે.
હેત કરી કહું તમ કાજેરે, કહ્યું નિષ્કુળાનંદ એમ રાજેરે. ૪

મૂળ પદ

પ્રથમ જીભાયે જાળવી જમીયેરે, તારે ગોવિંદને મન ગમીયેરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી