સંતો તમને કહ્યું મેં જેહરે, સર્વે સારમાં સાર છે તેહ રે.૭/૭

સંતો તમને કહ્યું મેં જેહરે, સર્વે સારમાં સાર છે તેહ રે.
જેણે જાણ્યો છે એટલો ભેદરે, તેણે જાણ્યા પુરાણ ને વેદરે. ૧
સર્વે શાસ્ત્રનો પામીયો પારરે, જેને આવીયો એહ વિચારરે.
તેના સરિયાં સરવે કામરે, વળી પામશે તે મારું ધામરે. ર
એમ નહીં સમજે નરનારરે, તેને મારે નથી જો વેવાર��ે.
માટે ઘણું ઘણું શું કઇયેરે, મારી વાત રાખજો આ હૈયેરે. ૩
કરી સેવા તે તો નહિ જાયેરે, પણ કાચું તે કાચું કહેવાયરે.
સાચા સાથે છે મારે સગાઇરે, કહે નિષ્કુળાનંદ સુણો ભાઇરે. ૪
ઇતિ પંચ આહારના પદ સંપૂર્ણ.

મૂળ પદ

પ્રથમ જીભાયે જાળવી જમીયેરે, તારે ગોવિંદને મન ગમીયેરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી