ધન્ય હો ધન્ય મોંઘું જો મળ્યું મોટા સંતનું.૨/૮

ધન્ય હો ધન્ય મોંઘું જો મળ્યું મોટા સંતનું.

ધન્ય હો ધન્ય માન નથી જેને કોઇ મતનું. ૧
ધન્ય હો ધન્ય સ્વારથ નથી જેના સંગમાં.
ધન્ય હો ધન્ય જીવ હેત કાજ ફરે જગમાં. ર
ધન્ય હો ધન્ય પરમારથ હીતે પંડ ધારીયું.
ધન્ય હો ધન્ય સંગ કરે તેનું કામ સારીયું.૩
ધન્ય હો ધન્ય દયાળુ દિસે છે સંત દિલનાં.
ધન્ય હો ધન્ય રાતા રહે રામ જો અમલના. ૪
ધન્ય હો ધન્ય વિચરે છે હાલ જો કંગાલને.
ધન્ય હો ધન્ય કરેછે કોટિકને નિહાલને. પ
ધન્ય હો ધન્ય જુગો જુગ જીવો એવા જોગીયાં.
ધન્ય હો ધન્ય અંતરમાં રહે જે અરોગીયા. ૬
ધન્ય હો ધન્ય બોલવું એનું તે બંધ કાપવા.
ધન્ય હો ધન્ય સંતનું જોવું તે સુખ આપવા. ૭
ધન્ય હો ધન્ય નિષ્કુળાનંદ એ નિશ્ચે કરી.
ધન્ય હો ધન્ય સંત જો મળ્યા તો મળ્યા હરિ. ૮

મૂળ પદ

શ્રી રામ રામ વાયક વિવેકસું ઉચારિયે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી