બળો બળો જો કુબુદ્ધિ બુદ્ધિ તારી રે, ૩/૧૨

બળો બળો જો કુબુદ્ધિ બુદ્ધિ તારી રે,

તેં તો વાત કાંઇ ન જોઇ વિચારી રે. ૧

કીયાં ગઇ તારી અકલ અભાગીરે,

તજી સુખ મુખ દુઃખ લીધું માગીરે. ર

તુને વિષયના મોદક કેમ ભાવેરે,

થાવા હડકાયાની હોંસ કેમ આવેરે. ૩

તારું ધન દારા દેખી દિલ ડોલેરે,

થઇ બાવરો ને હકબક બોલેરે. ૪

તારું અસત્ય ધંધે તે મન લાગ્યુંરે,

સુતા અહિને ઉઠાડી વિખ માગ્યુંરે. પ

મન ગમતી ખાધી તે ઠગ મુળીરે,

તજી સુખ સેજ સુતો જૈ શુળીરે. ૬

ફટય ફટય જો કુમતિ મતિ તારી રે,

તજી મહીને વલોયું જઇ વારિરે. ૭

કહે નિષ્કુળાનંદ નર તુને રે,

વળી કહીશ કહ્યું નહીં કાંઇ મુનેરે. ૮

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી