વળી વેદાંતીથી વેગળા જો રૈયેરે, ૧૨/૧૨

વળી વેદાંતીથી વેગળા જો રૈયેરે, એવા વૈષરિના વેનમાં ન વૈયેરે. ૧ એહ સર્વેનું કારણછે સ્‍વામીરે, તેને નિશદિન રઇયે શિશ નામીરે. ર ભણી ભ્રમનાનો નાશ કોયે કરેરે, હરિ ફરી દેહ શિદ ધરેરે. ૩ હોય ગુરુ શિષ્‍ય જ્ઞાન ગેલ ગોટોરે, એમ સમજે આવે છે બાધ મોટોરે. ૪ હોય એક તો જુજવું કેમ જોયેરે, પોતે પોતાના મોહમાં કેમ મોયેરે. પ માટે જીવ શિવ રહે માયા માંયરે, તેને પાર્ય પરિબ્રહ્મ જો કેવાયરે. ૬ થાયે નિરગુણ સગુણ રૂપરે, મળે જીવને તો

વળી વેદાંતીથી વેગળા જો રૈયેરે,

એવા વૈષરિના વેનમાં ન વૈયેરે. ૧

એહ સર્વેનું કારણછે સ્વામીરે,

તેને નિશદિન રઇયે શિશ નામીરે. ર

ભણી ભ્રમનાનો નાશ કોયે કરેરે,

હરિ ફરી દેહ શિદ ધરેરે. ૩

હોય ગુરુ શિષ્ય જ્ઞાન ગેલ ગોટોરે,

એમ સમજે આવે છે બાધ મોટોરે. ૪

હોય એક તો જુજવું કેમ જોયેરે,

પોતે પોતાના મોહમાં કેમ મોયેરે. પ

માટે જીવ શિવ રહે માયા માંયરે,

તેને પાર્ય પરિબ્રહ્મ જો કેવાયરે. ૬

થાયે નિરગુણ સગુણ રૂપરે,

મળે જીવને તો ટાળે ભવકુપરે. ૭

કહે નિષ્કુળાનંદ વળી વળીરે,

સત્ય શ્રીમુખ વાયક સાંભળીરે. ૮

ટાળે ભવકુપરે. ૭ કહે નિષ્‍કુળાનંદ વળી વળીરે, સત્‍ય શ્રીમુખ વાયક સાંભળીરે. ૮

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી