સીખરે જેને પુરુષોત્તમસું પ્રીતકે, મોટે જે ભાગ્યે મળેરે લોલ, ૪/૪

સીખરે જેને પુરુષોત્તમસું પ્રીતકે, મોટે જે ભાગ્યે મળેરે લોલ,

સખીરે નથી વાત સરીખી વાતકે, નાથજી પ્રિતે પળેરે લોલ.૧

સખીરે જેહ વિચારી જોશે વાતકે, ભાગ્ય મોટાં માનશેરે લોલ,

સખીરે થઇ આનંદ રુપે આપકે, ભવ ભયે ભાનસેરે લોલ. ર

સખીરે જોને નિરગુણ ગુણને પારકે, સગુણરૂપે શામ છેરે લોલ,

સખીરે જોને હરિહર અજના આધારકે, સર્વ સુખ ધામછેરે લોલ.૩

સખીરે જોને ચિતવે જો ચિંત્યા જાયેકે, સમર્યે સંકટ હરેરે લોલ,

સખીરે જોને દરશને દુઃખ પલાયકે, પરસે પાવન કરેરે લોલ. ૪

સખીરે એનું મળવું તે મોંઘે મુલકે, મળે તો સુખ સદ્ય મળેરે લોલ,

સખીરે જાયે કોટ જનમનાં પાપકે, તાપ તનના ટળેરે લોલ. પ

સખીરે ઇતો જે કોયે જાણસે જનકે, માહાત્મ મહારાજનુંરે લોલ,

સખીરે તેતો કંગાલ માનશે કેમકે, અમલ આવે રાજનુંરે લોલ. ૬

સખીરે રહે મગન સદા તે મનમાંયેકે, જીવનને જાણતાંરે લોલ,

સખીરે જીવ બુદ્ધિ જોને જાયેકે, શિવ સુખ માણતાંરે લોલ. ૭

સખીરે એતો પુરુષોત્તમ પરતાપકે, મોટાથી મોટો ઘણોરે લોલ,

સખીરે મળ્યા નિષ્કુળાનંદનો નાથ, આત્મારામ આપણોરે લોલ. ૮

મૂળ પદ

કાનુડા કેતો તારે કાજ સીવાડુ ઝુંલડીરે લોલં એ ઢાળ.રીરે.

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી