પંથીડા કરીને પાંખુ જાયો પીયુ પાસજીરે૧/૪

શામળીયા સનેહી તારી એ ઢાળ.

પંથીડા કરીને પાંખુ જાયો પીયુ પાસજીરેઃ

કરજોડી કેજો એક અમારી અરદાસજીરે. ૧

વાંક શીયો વાલા અમને દરશન ન દીયોજીરેઃ

આવતા આળસ તમને, અમને તેડી લીયોજીરે. ર

ઘણારે દિવસનું વાલા દરશન ન દીધુંજીરેઃ

અમ ઉપર હરિ હૈયુ કઠણ કેમ કીધુ જીરે. ૩

પેલી વેલી પ્રીત કરી લાલચ લગાડી જીરેઃ

દરશન દેતા જો દયા કરી, દાડી દાડીજીરે. ૪

ઓચિંતા આવતા વાલા, આંગણિયે અમારેજીરેઃ

તેદી ઘણી ગરજ હતી અમારી તમારેજીરે. પ

હવે તો સાંકળી મુકયાં સ્નેહની સાંકળીજીરેઃ

પાસળ ન રાખો પિયા તેણે તન બળેજીરે. ૬

આથ્ય ને મિરાથ્ય મારી એક અંતરજામીજીરેઃ

વાલાજી વેલેરા આવો સહજાનંદ સ્વામીજીરે. ૭

દુઃખડાં તે દુર કરો દરશન દઇનેજીરેઃ

નિષ્કુળાનંદના સ્વામી વાલા આવો વઇનેજીરે. ૮

મૂળ પદ

પંથીડા કરીને પાંખુ જાયો પીયુ પાસજીરે

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી