વાલાજી વેલેરા આવો કેવી છે એક વાતજીરેઃ૨/૪

વાલાજી વેલેરા આવો કેવી છે એક વાતજીરેઃ

શામળીયા તમ સાથે મારે કરવી છે એકાંતજીરે. ૧

મોઢા મોઢ મળશું મોહન જોશું મનની મરજી જીરેઃ

કર જોડી કેશું એક અમારી અરજીરે. ર

સાંભળશો તો સરવે કેશું નહિ તો રેશું રાજી જીરે.

વણ ખપે વાતું વાલા નહિ દયે નાખીજીરે. ૩

દલડાની દાઝું વાલા કોને કોને કૈયેજીરેઃ

અંતરની જાણો છો વાલા રાખો તેમ રયે જીરે. ૪

પોતાના કરીને પીયુ પરસું મ મેલોજીરેઃ

આઘેરાં તેડીને પીયુ પાછેરાં મ ઠેલોજીરે. પ

કોને અમે કેમ કરીયે રયે કોણ રીત્યેજીરેઃ

રાત્ય દિન રૂદો મારો પરજળે પ્રિત્યેજીરે. ૬

તનડાના તાપ તેતો તમ થકી ટળશેજીરેઃ

દુઃખડાતો દુર્ય થાશે જ્યારે મોહન મળશેજીરે. ૭

સગાને સ્નેહી મારે સાચા સહજાનંદજીરેઃ

નિષ્કુળાનંદના સ્વામી આપોને આનંદજીરે. ૮

મૂળ પદ

પંથીડા કરીને પાંખુ જાયો પીયુ પાસજીરે

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી