મોટે ભાગે મળ્યાછો મુનેરે, અકળ અલબેલા.૧/૪

લાલજી લટકાળા એ ઢાળ.

મોટે ભાગે મળ્યાછો મુનેરે, અકળ અલબેલા.
કાંઇ પૂર્વે જનમને પુન્યેરે. અ૧

આ જનમ તણી જે કમાણીરે.અ. ઇતો સર્વે અમારી જાણીરે. અ ર

મુને મેર્ય કરી છે મેરવાનરે.અ. કાંઇ કારજ સધાર્યું છે કાનરે. અ૩

આપ્યું સુખ અલૌકીક એવુરે.અ.નથી શેષ મહેશ તેને તેવુંરે. અ૪

હું તો તેણે ફરું છું ફૂલીરે.અ.મારા ભુવન તણો ભેદ ભુલીરે. અ.પ

તેણે ઘરના ગણે છે કાંઇ ઘેલી રે.અ મેં તો તેની મર્યાદા મેલીરે.અ.૬

તેતો પીયુજી તમારે પરતાપરે. અ.આપ્યું સુખ અતોલ અમાપરે અં.૭

તેણે મગ્ન રઇ છું મન માયેરે.અ. હવે કરવું ન રયું કાંયરે. અ. ૮

મળ્યા સત્ય સ્વરૂપ તમે સ્વામીરે.અ.હું તો પૂરણાનંદ સુખ પામીરે. અ. ૯

સુખ આપીને રાખ્યા સાથરે, અ.તમે નિષ્કુળાનંદના નાથરે. અ.૧0

મૂળ પદ

મોટે ભાગે મળ્‍યાછો મુનેરે, અકળ અલબેલા.

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી