દયાળુ દયા કરીનેરે અલબેલાજીરે આવ્યાછોઃ૨/૪

દયાળુ દયા કરીનેરે અલબેલાજીરે આવ્યાછોઃ

રસિયાજી રંગના ભીનારે ભુધર ઘણું ભાવ્યાછો. ૧

તમે મેર્‌ય કરી મુજ ઉપરરે, સગુણ સ્વામી સમર્થે:

જો વ્યાપિક રૂપે રેતારે, આવત નહીં મારે અરથે. ર

જે અરૂપ અનામી એવારે, સેવા તેની શું કરીયેઃ

જે પૂરણ કામ જ કાવેરે, તેને શું આપીને અનુસરીયે. ૩

વાલા તેજોમય તન ધારીરે, આવો જો દરશન દેવાઃ

તો જોતે જાંખા થાયેરે, કેમ કરી કરીયે સેવા. ૪

જો છળ બળ છાંડી મૂકીરે, સાચુ બોલો શામળીયાઃ

તો અકલપણું કેમ ઓપેરે, છેલ છબીલા છો છળીયા. પ

તમે કળે કળે કાળજ કીધારે, સેજે સેજે શામળીયાઃ

તમે અકળ અગોચર રીયારે, કોને તમને કેણે કળીયા. ૬

એવી કળ આવી છે તમનેરે, કારજ જનના કરવાનેઃ

તમે સુગમ થયા છો સહુનેરે, ભાવે ભકિત ધરવાને. ૭

આજ અનેક બાર ઉઘાડ્યારે, બહુ પેરે કલ્યાણ તણાં:

નિષ્કુળાનંદના સ્વામીરે, અઢળ ઢળ્યાછો આજ ઘણા.

મૂળ પદ

તમે વાત કરોને વાલારે, અમ ઘેર કોને કેમ આવ્‍યાઃ

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી