ધન્ય ધન્ય તે આજ મારું આંગણું જો, ૨/૪

ધન્ય ધન્ય તે આજ મારું આંગણું જો,

અતિ શોભે તે સુંદર સોયામણું જો ૧

આવ્યા ભોવન આજ હરિ ભાવશું જો,

હું તો ઉઠી મળી જો ઉછાવશું જો. ર

હું તો મુખ મોહનજીનું જોઇને જો,

મારું મન રયું છે સખી મોઇને જો ૩

જોઇ જીવન મન તે મારું ઠર્યું જો,

આજ કારજ મારું તે સર્વે સર્યું જો. ૪

સખી પામી હું શામના સંજોગોને જો,

મેં તો વિસારી મેલ્યો છે વિજોગને જો. પ

સજ કરી દીપક જોત્ય ડોલતી જો,

જાણું રખે હરિ હવે ભુલતી જો. ૬

તારે હરિયે તે હેતે પ્રિત્યે કરી જો,

લહી મારે જો કંઠે બાંહોડી ધરીજો. ૭

તારે સ્થિર તે થઇ કહું તુજને જો,

મેતો જાણ્યું ન મેલે હરિ મુજને જો. ૮

મારે હરિ હું હવે હરિની થઇ જો,

એમ મોહન સંગે હું મળી રઇજો. ૯

હતા ભયે ભવના તે તો ટળ્યાજો,

મુને નિષ્કુળાનંદના સ્વામી મળ્યાજો. ૧૦

મૂળ પદ

અહો આશ્ચર્ય વારતા એક જ છે જો

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી