પ્રીત રીત જોઈને કીજે રે, કીજે તો નિભાવી લીજે રે ૩/૪

પ્રીત રીત જોઈને કીજે રે, કીજે તો નિભાવી લીજે રે;
	હતા હરિ જાણતાં અમને રે, નોતાં કાંઈ અગમ અમે તમને રે-૧
ઘડી ઘડી પળ પળની ઘાત રે, નથી કાંયે અજાણી નાથ રે;
	જાણી જોઈને જે કરીએ રે, તેનો હવે ધોખો શો ધરીએ રે-૨
હવે તો થઈ તે થઈ રે, બાંહ્યે હરિ ગ્રહી તે ગ્રહી રે;
	મૂકતાં લાજ લાગે તમને રે, તજતાં જાગ્ય નહિ અમને રે-૩
અમે તમે એમ મળી કરીએ રે, બોલ્યું તે પાછું ન ફરીએ રે;
	તન મન ધન આપ્યું તમને રે, તમે કર્યાં પોતાના અમને રે-૪
જાણી પ્રભુ પોતાના પળુ રે, દયા હવે કરજો દયાળુ રે;
	દયા કરી દરશન દીજે રે, મુખ જોઈ સુખ અમે લીજે રે-૫
તમને જેહ કે’વું તે ખોટું રે, કહ્યા વિના દુ:ખ રહે મોટું રે;
	નિષ્કુળાનંદ કહે નાથ રે, સુણજો ગરીબતણી ગાથ રે-૬
 

મૂળ પદ

વાત મેં તો વિચારી મને રે, વાલો મુને મળિયા સ્વપને રે

મળતા રાગ

ઢાળ : સંત જાણજો મારી મૂરતિ રે

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી