સ્વામી દીનદયાળ સદ્ગુરુ રૂપ ધરીને જુગમાં શોભારેઃ૧/૧

અથ વાર આઠ રાગ સોરઠ પદ-૧ રપ૪

હરિગુણ ગાંતા દુરજનીયાનો ભડક ન મનમાં ધરીયે એ ઢાળ.

સ્વામી દીનદયાળ સદ્‌ગુરુ રૂપ ધરીને જુગમાં શોભારેઃ

કયાં વચન રસાળ સુંદર વદન જોઇને લોચન લોભ્યાં.

આદિ તે સહજાનંદ મળ્યારે, મારે જનમ મરણના ભયે ટળ્યારેઃ

મારા ત્રિવિધ તાપ તનના જો પલ્યારે .સ્વામિ. ૧

સોમે સદ‌્ગુરુજીયે સામું જોયુંરે, મારા અનેક જનમનું દુઃખ ખોયુ રેઃ

એના વચન સુણીને મારું મન મોયુરે.સ્વામિ. ર

મલ્યા મંગળ મૂરતિ સ્વે સ્વામિરે, હું તો નિરખીને મહાસુખ પામીરેઃ

મારી દુરમત્ય દશા દુરવામીરે. સ્વામિ. ૩

બુદ્ધે તે બુદ્ધિ રહી બેસીરે, લક્ષ સદ‌્ગુરુનો આવ્યો પેસીરેઃ

હવે ચિત ચિતવણી ન કર કેસિરે.સ્વામિ. ૪

ગુરુવે તે ગુરુની કળા આપીરે, સહજાનંદ દેખાડ્યા સઘળે વ્યાપીરેઃ

કાઢ્યા કામ કરોધને ઉથાપીરે.સ્વામિ. પ

શુ કરસે સર્વે ઉપાધીરે, લક્ષ સદ્‌ગુરુનો લીધો સાધીરેઃ

હું તો વચન તણી વાલ્યપે બાધીરે.સ્વામિ. ૬

શનિયે સર્વે સમુ થયુરે, સહજાનંદ સ્વરૂપ મારે ઉર રયુંરેઃ

સુખ નિષ્કુળાનંદે ન જાયે ક્યુંરે.સ્વામિ. ૭

મૂળ પદ

સ્વામી દીનદયાળ સદ્‌ગુરુ રૂપ ધરીને જુગમાં શોભારેઃ

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી