મોરલી તારી મોહન રે મીઠી બહુ બોલે છે, ૨/૩૨

મોરલી તારી મોહન રે મીઠી બહુ બોલે છે,

સુંણી સર્પની પેરયેરે કે દલ મારું ડોલે છે. ૧

વશ્ય કર્યા છે વાલારે કે વાંસળી વાઇને,

મરમાળા મરમનાંરે મંતર માંઇ ગાઇને. ર

સુંણતાં સુધ ભુલીરે તરત મારા તન તણી,

વાસલડીને વાજેરે વ્યાકુલ મુને કીધી ઘણી. ૩

દિવાની સરખીરે કે દરદે હું ડોલું છું,

એક કામ કરતાંરે કે બીજું હું તો ભૂલું છું. ૪

મારી શુદ્ધ સરવેરે કે વાલમ વિસારી,

વાંસળીયે વ્યાકુળરે કે મોહન મુને કરી. પ

ઠાકરીયા ઠાવકુંરે કામણ મુને કીધું છે,

મોરલીએ મારુંરે કે મન હરી લીધું છે. ૬

વાંસલડીને વાજેરે કાળજ મારું કાપ્યું છે,

સુણી સ્વર શામળીયારે કે તન મન આપ્યું છે. ૭

વેણ વાઇ વાલૈડારે કે મન મારું હર્યું છે,

નાથ નિષ્કુળાનંદનારે સ્વામી સારુ કર્યું છે. ૮

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી