મથુરાંને મારગેરે અનેક આવે ને જાયે, ૧૫/૩૨

મથુરાંને મારગેરે અનેક આવે ને જાયે,

શામ વર સંદેશોરે કાનજી ન કાવે કાંયે. ૧

પણ કાળાનાં કૌતક રે છેક નવ્ય છાના રહે,

કરે મથુરાંમાં મોહન રે કોયેક તે તો આવિ કહે. ર

પરથમ પરિયટનીરે ખબર સર્વે પામ્યાં ખરી,

કે છે ચંદન ચરચ્યુંરે કુબજયાયે ભાવ ભરી. ૩

તેણે કરી તનનોરે અવેવ અંગનો ફર્યો,

સહુ દેખે ચૌટામાંરે એમ કાંઇક કોલ કર્યો. ૪

કે છે હસ્તિને હણિયોરે દોયે મલ દાવે દલ્યા,

જેમ માસીનું કીધું રે તેમ મામાજીને મલ્યા. પ

વસુદેવ છોડાવ્યારે દેવકીની સાર લીધી,

ઉગ્રસેનને આપીરે મથુરાંની રાજય રિદ્ધિ. ૬

કે છે કુબજયા સંગાથેરે વાલપ્ય વાધી છે ઘણી,

એવી ખબરુ અમનેરે આવી અલબેલા તણી. ૭

સર્વે કારજ્ય કીધાંરે કેડ્યે નથી રાખ્યું કાંયે,

સ્વામી નિષ્કુળાનંદનોરે નાવ્યા મોયા કુબજા માંયે. ૮

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી