મારા વાલા વિસાર્યારે પેલી બહુ પ્રીત બાંધી, ૨૪/૩૨

મારા વાલા વિસાર્યારે પેલી બહુ પ્રીત બાંધી,

ત્રોડી બેઠા ત્રિકમજીરે કે સગપણ પેલું સાંધી. ૧

આવડું અમ સાથેરે કોને તમે કેમ કીધું,

આશા રહી અધુરીરે પિરસીને પાંછુ લીધું. ર

ઉઘડયો તો અમારોરે ભંડાર જો ભાગ્ય તણો,

આડા કમાડ આપ્યાંરે સ્વામી હવે શિદ સુણો. ૩

અહો આ શું થયુંરે આવડું ન જાણ્યું અમે,

જાણું સંગે રાખશોરે અમને ત્રિકમ તમે. ૪

એવા ભાગ્ય અમારાંરે દોષ એમાં કેને દેયે,

જેવું લખ્યું લલાટેરે તેવું સુખ દુઃખ લયે. પ

આવું કર્યું તું કેણેરે અમારે ભાગ્યે થયું,

સંભારતા એ સુખનેરે હરિ મારું ફાટે હયું. ૬

વજ્રથી વિશેષેરે કઠણ હું થઇ કેવી,

એવી પ્રીત ન કીધીરે જળ ને મીનના જેવી. ૭

પાપી પ્રાણ અમારો રે પંડ નથી જાતું પડી,

સ્વામી નિષ્કુળાનંદનારે વિન્યા જે વિતે છે ઘડી. ૮

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી