વાલા વેગળા રોનેરે કે મારગ મેલીને, ૨૬/૩૨

વાલા વેગળા રોનેરે કે મારગ મેલીને,

ચિત્તડું કેમ ચળિયુંરે કે જાણી અકેલીને. ૧

કોણ કારણ મજુનેરે કે રોકી છે રસિયા,

શું જાણી શામળીયારે કે આવો છો ધસીયા. ર

પરાણ્યે પ્રીતજરે કે નહીં થાયે નંદલાલ,

ઝાઝું જોર જણાવેરે કે વકર ખોસો વાલા. ૩

વાટે ઘાટે વાતડીરે કે ત્રિકમ થાયે તારી,

લુખા લાડ ન કરીયેરે કે જોયે જો વિચારી. ૪

જોબન જાળવતારે કે કઠણ છે કાના,

ઘણું ઘાંઘા ન થાયેરે કે નટવર છો નાના. પ

અલવીલા રહો અળગારે કે અલબેલા અમથી,

સ્વામી નિષ્કુળાનંદનારે કે હું તમ જેવી નથી. ૬

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી