મેલો મેલો મોહનજીરે કે માવજી મારગડો, ૩૦/૩૨

મેલો મેલો મોહનજીરે કે માવજી મારગડો,

ઝાઝી જેલ્યમાં જીવનરે કે થાશે જો ઝગડો. ૧

ઘણીવારનું ઘરડુંરે કે મેલીયું મેં માવા,

કેમ રોકી રયા છોરે કે જીવન દ્યો જાવા. ર

સોજ્ય જોઇ સુંદરીરે કે મોહ પામી મળશે,

તારું રૂપ જોઇ રસિયારે ચતુરાં ચિત્તે ચળશે.૩

આવા રુડા રૂપાળારે ફૂટરા થૈ ફરશો,

તારે ઘણી ગોપીનારે કે મોહન મન હરશો. ૪

તારી નમણાઇ જોઇરે કે માનુની મોઇ રેશે,

તારા ગુણડા જોઇરે ગોરી કોયે ગોતી લેશે. પ

ધન્ય તારી માતાનેરે કે જનમ્યું રતન રુડું,

સ્વામી નિષ્કુળાનંદનારે કાંયે કેતી કુડું. ૬

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી