રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી ૧/૮

રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી;
			રસીલા લાલ કમળદળના જેવી પાંખડી...ટેક.
રસી૦ હસીને હેરો છો તમે હેતમાં, રસી૦ તન મન પ્રાણ લો સમેતમાં-૧
રસી૦ નાસિકા દીસે છે તારી નમણી, રસી૦ કપોળ જોઈને રહ્યાં કામણી-૨
રસી૦ વાલપ ઘણી છે તારી વાતમાં, રસી૦ એકવાર મળીએ એકાંતમાં-૩
રસી૦ વારી વારી જાઉં હું વદનને, રસી૦ કરને લટકે તે લીધું મનને-૪
રસી૦ ચટકંતી ચાલ લાલ જોઈને, રસી૦ મન તો રહ્યું છે મારું મોઈને-૫
રસી૦ ચિત્તડું ચોર્યું છે તમે ચાલમાં, રસી૦ ચંચળ ચપળ મારા વાલમા-૬
રસી૦ નિષ્કુળાનંદના હો નાથજી, રસી૦ સદાય રે’જો હો મારે સાથજી-૭
 

મૂળ પદ

રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી

મળતા રાગ

ગરબી ઢાળ : આવોને ઓરા છેલછબીલા

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી