મીઠાહો માવ મીઠીને વાયોછે તમે મોરલી.મી.૩/૮

મીઠાહો માવ મીઠીને વાયોછે તમે મોરલી.મી.

તેણે ચિત્તવૃત મારી ચોરલો.મી. ૧

મીઠું તો બોલોછો તમે મુખથી.મી

સુણતાં તો મુકાયે મહા દુઃખથી.મી. ર

મીઠી જો દીઠી મેં નજર માવની.મી.

પ્રીતડી દેખાડી ભલા માવની.મી. ૩

નયણામાં નેહ જોજણાવીયો.મી.

તમને જોઇને આનંદ આવીયો.મી. ૪

મીઠી જો દીસેછે તારી મૂરતી.મી

.સુંદર સલુણી શામ સુરતી.મી. પ

મીઠાજી રેજો હો મારી મિટમાં.મી.

તમને દેખી ઠરેછે પેટમાં.મી. ૬

મીઠાજી લેઉં તમારાં મીઠડા.મી.

તમ જેવા કોયે મેં ન દીઠડા.મી. ૭

નિષ્કુળાનંદના સ્વામી સદા.મી.

મન રહે તમને જોઇ મુદા.મી. ૮

મૂળ પદ

રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી

મળતા રાગ

ગરબી ઢાળ : આવોને ઓરા છેલછબીલા

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી