મોયું મોયું છે મારું મનરે, નટવરનાગરને૧૨/૨૪

મોયું મોયું છે મારું મનરે, નટવરનાગરને.

હું તો આપીશ એને તનરે.ન. ૧

એના હાથમાં દીયું મારો હાથરે.ન.હું તો જાઇશ એને સાથરે.ન. ર

હું તો હસી હસી દઇશ તાળીરે.ન. હું તો વરીશ વર વનમાળીરે.ન. ૩

હું તો ભેટીશ અંગો અંગરે.ન. હું તો સુખ લઇશ શામ સંગરે.ન. ૪

હું તો બાંધીશ એસું બેલ્યરે.ન. એહ સંગ રમીશ રંગ રેલ્યરે.ન. પ

હું તો ભાવે તેડીશ ભુવનરે.ન. હું તો જગત્યે જમાડીશ જીવનરે.ન. ૬

એને આપીશ અવલ એલચીરે.ન. મેતો રમવા સેજ રૂડી રચીરે.ન. ૭

સુખ લઇશ સુંદરવર સાથરે.ન.નહીં મેલું નિષ્કુળાનંદનો નાથરે.ન. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી