વાયે વાયે વાંસલડી તારી રે. લાલવર લટકાળો૧૫/૨૪

વાયે વાયે વાંસલડી તારી રે. લાલવર લટકાળો.

સુણી મોઇ રયાં નરનારીરે.લા. ૧

ચોર્યા સહુનાં સરખાં ચિતરે. લા. તેને પ્રગટી પૂરણ પ્રીતરે.લા. ર

તેણે ભૂલાં ભુવનનાં કાજરે.લા. તેણે લોપીછે લોકની લાજરે.લા. ૩

તેણે કુળનું ન માન્યું કેણરે.લા. એવો કર્યા મોરલીયે મેણરે.લા. ૪

એવી વાંસળી અલોકિક વાઇરે.લા.સુણી ગોઠયું નહીં ઘરમાંયેરે.લા. પ

સહુ સજ થયુ વન જાવારે.લા. કોયે રયું નહીં ઘર વસાવારે.લા. ૬

એવાં વ્યાકુળ કર્યા વૃજવાસીરે.લા.નાખી નાખી છે નાદની ફાંસીરે.લા. ૭

તારી મોરલીમાં મોણવેલરે.લા. સ્વામી નિષ્કુળાનંદના છેલરે.લા. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી