હું તો જોઇશ વૃંદાવનરે, જીવન જોવાને.૧૬/૨૪

હું તો જોઇશ વૃંદાવનરે, જીવન જોવાને.

મારું તરસી રયુંછે તનરે.જી. ૧

મારા મનમાં મોટી આશરે.જી.મારું અંતર રહેછે ઉદાસરે.જી. ર

મારા હૈડામાં ઘણું હેતરે.જી.મારું ચળવળી રયું ચિતરે.જી. ૩

મારા દલમાં ડોડ ન માયેરે. જી.મારા અંગમાં ઉમંગ થાયેરે.જી. ૪

મારા લોચન રયાં લલચાઇરે.જી. મારે ઇચ્છા ઘણી ઉર માંયેરે.જી. પ

આજ લોકની લાજ ન લાવુંરે.જી.ફરીફરી ન મલે આવુંરે.જી. ૬

આજ સમો મલ્યો છે સારોરે.જી.આજ દાવ આવ્યોછે અમારોરે.જી. ૭

આજ પુરાણ એ વર પામીરે.જી.

મળ્યા નિષ્કુળાનંદનો સ્વામિરે.જી. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી