હું મોઇ તમારા રૂપને, રૂપાળાજી. સુંદરવર શ્યામ સ્વરૂપને.૧/૮

મારો મત કહું તે સાંભળો વૃજવાસીની, ઢાળ.

હું મોઇ તમારા રૂપને, રૂપાળાજી. સુંદરવર શ્યામ સ્વરૂપને. રૂ. ૧

તારું મુખ જોતાં સુખ થાયેરે. રૂ. તેણે તન મન તાપ સમાયેરે. રૂ. ર

તારા નયણાં જોયાં મેં નિરખી. રૂ. તેણે રઇછું હૈયામાં હરખી. રૂ. ૩

તારી ભ્રક્રુટિ ભરી અતિ કામની. રૂ. તેણે વશ્ય કરી ભોળી ભામની. રૂ. ૪

તારે શ્રવણે શોભે તિલ્ય તે જોઇ. રૂ. જોઇ નલવટ મન રયું મોઇ. રૂ. પ

તારી નાસકા કપોલ કેવા કહું. રૂ. જોઇ મગન મારા મનમાં રહું. રૂ. ૬

તારી દાંત પંગતિ દીપે ઘણી. રૂ. જાણું દાડ્યમ કળી કેવી બની. રૂ. ૭

તમે નિષ્કુળાનંદના નાથજી. રૂ. મારું મન માનું તમ સાથજી. રૂ. ૮

મૂળ પદ

હું મોઇ તમારા રૂપને, રૂપાળાજી. સુંદરવર શ્યામ સ્‍વરૂપને.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી