સાંભળ સજનીરે લાલ તણી કહું લીલા૧/૮

પ્રથમ શ્રી હરિને રે ચરણે શિષ નમાવું એ ઢાળ.

સાંભળ સજનીરે લાલ તણી કહું લીલા

કુંજ ભુવનમાંરે કાન કરે છે કિલા. ૧

સરખે સરખારે સખા લૈને સંગે,

અંગ રંગ્યું છે રે લીલે પીળે રંગે. ર

મંડળી મળીરે બેઠા છે બેઉ ભાઇ,

જોઇ જન મનરે રીયાં છે મોરછાઇ. ૩

ઘણે ગોવાળેરે વિટયા છે વનમમાળી.

વચમાં વાલોરે વેણ વાયે રસાળી. ૪

નટવર નાચેરે રમે રીત રુપાળી,

થેઇ થેઇ થાયેરે વાયે ગોવાળા તાળી. પ

તાન જ તોડે રે અંગ મરોડે અલબેલો,

રંગનો રસિયો રે ઠાકુર છેલછબીલો. ૬

નટવર નાગર રે નટની પેર્યે નાચે,

ગાયે ગોવાળારે રૂદયામાં ઘણું રાચે. ૭

ભૂધર ભાળ્યાંરે સર્વે સખા સંગે,

નિષ્કુળાનંદનોરે નાથ રમે છે રંગે.૮

મૂળ પદ

સાંભળ સજનીરે લાલ તણી કહું લીલા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી