મૈડાં મારાંરે મીઠાં નથી માવા૩/૮

મૈડાં મારાંરે મીઠાં નથી માવા, શાને રોકો રે જીવન દીજે જાવા. ૧

આપ્યા વિન્યા રે લાલન કેમ લેવાશે, જોર જણાવી રે પરાણે કેમ પીવાશે. ર

મનને માન્યે રે મીઠા મૈ અલાશે, વૃજની વાટેરે છેડે કેમ ઝલાશે. ૩

આ મારગમાં રે આવણ જાવણ મારું, નિત્ય ઉઠીને રે નહીં સાંખું તમારું. ૪

કંસને કે'શુંરે તું તે શાનો રાજા, તારે માથે રે મોટો છે મહારાજા. પ

નાની વે'માંરે નેક ઉપાડયું આંણ્યે, માસી મારી રે પ્રાણ શોષી પરાંણ્યે. ૬

છો દાડામાં રે પ્રાક્રમ કીધું પુરુ. જુગત્યે જોયું રે નથી કાંયે અધુરું. ૭

નંદને ઘેર્‌યેરે નવલું કાંયેક થાશે, વલતી વાતુંરે નિષ્કુળાનંદ ગાશે. ૮

મૂળ પદ

સાંભળ સજનીરે લાલ તણી કહું લીલા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી