તેની તારે રે ચિંતા શી ચાવલી૪/૮

તેની તારે રે ચિંતા શી ચાવલી, દાણ જ લેશું રે રીત છે રાવલી. ૧

મૈડાં માથે રે જોર જણાવછ ઝાઝું, માટ મૈનું રે નહિં રેવા દઉં સાજું. ર

કંસને કેજે રે વેલો વારે આવે, તારી ભિડે રે સુભટ સંગ લાવે. ૩

રસબસ થાશો રે હમણાં ગોરસ રસે, આંઇ ઉપર્ય રે કાંઇ નહિં થાયે કંસે. ૪

કાવો અબળારે બળ ઘણું છે બાળી, છુટે મોઢે રે બોલે છે મરમાળી. પ

ઘણા દનનું રે દાણ જ લેખી લેશું, ત્યાર જ પછી રે તુંને જાવા દેશું. ૬

ઘણું મદમાતી રે થઇ છો મૈયારી, તે મેં જાણી રે સર્વે વાત જ તારી. ૭

તે નવ જાણે રે નાથ નિષ્કુળાનંદનો, તારે અંગે રે રંગ ચડ્યો છે મદનો. ૮

મૂળ પદ

સાંભળ સજનીરે લાલ તણી કહું લીલા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી