વાંકાં બોલી રે વાંકુ તું કેમ બોલે, ૬/૮

વાંકાં બોલી રે વાંકુ તું કેમ બોલે,

નાનો જાંણી રે ભરવાડી કેમ ભૂલે. ૧

મદમાં માતિ રે બોલછ તું મૈયારી,

હોંસ હૈયાની રે પુરીશ સરવે તારી.ર

જોબન જોર રે બોલી ન જાણી બોલી,

નંદ જસોદા રે ઘરની થાઇશ ગોલી. ૩

મઇનું મારે રે કારણ નથી કાંયે,

ગોપી ગમછ રે તું મારા મનમાંયે. ૪

મઇને મષે રે પુછું છું પિયારી,

મનમાં મારે રે બીજું છે મૈયારી. પ

સગપણ તારે રે થાશે મારે સાથે,

હથેવાલો રે જોડીશ જમણે હાથે. ૬

કારજ તારું રે સર્વે મુજથી સરસે,

જસ જગતમાંરે અવલાંબી ઓચરસે. ૭

રાધા બોલી રે એતો દિન આનંદના,

મનમાં હતું રે નાથ નિષ્કુળાનંદના. ૮

મૂળ પદ

સાંભળ સજનીરે લાલ તણી કહું લીલા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી