સખી કાનવરને કાજેરે. રંગે રમવાને.૭/૮

સખી કાનવરને કાજેરે. રંગે રમવાને.

મેં તો સેજ સમારી સાજેરે રંગે રમવાને.૧

મેં તો ફરતાં ફૂલજ વેર્યારે. રંગે. અંગે આભુષણ પેર્યારે. રંગે. ર

મેં સુંદર શોભા સજીરે. રંગે અણગમતું અંગથી તજીરે. રંગે. ૩

જે ભુધર વરને ભાવ્યુંરે. રંગે. તેતો મારે અર્થે આવ્યુંરે. રંગે. ૪

જેમાં રસિયો નોયે રાજીરે. રંગે. તેહ તનથી મેલું તજીરે. રંગે. પ

એવાં અણગમતાં ઉતારી રે. રંગે. મારા વાલા ઉપર વારીરે. રંગે. ૬

મને વિવિધ રીતે વાલેરે. રંગે. અલબેલો આનંદ આલેરે. રંગે. ૭

મને મળીયા કોટિક કામીરે. રંગે. નિષ્કુળાનંદનો સ્વામીરે. રંગે. ૮

મૂળ પદ

સુણ વાત કહું એક સજનીરે, રંગડો રેલ્‍યો છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી