મારા સર્વે કારજ સરીયાંરે. મોહન મળીયાછે.૮/૮

મારા સર્વે કારજ સરીયાંરે. મોહન મળીયાછે.

મારે આજ અભર ભરીયારે. મહોન મળીયાછે. ૧

આપ્યું સુખ ન રાખી ઉણિરે. મો. હવે રહું નહીં વાલા વોણિરે. મો. ર

મુને રસિયાનો રંગ લાગ્યોરે. મો. મારે ભવ તણો ભે ભાગ્યોરે. મો.૩

હવે થઇ હું નિ:શંક નારીરે. મો. મુને વર મળીયાં મોરારીરે. મો. ૪

હું તો ગિરધરની ઘર નારીરે. મો. શું જાણે તે સંસારીરે. મો. પ

અલબેલો અંતર જામીરે. મો. જે સર્વે તણોછે સ્વામીરે. મો. ૬

એતો ભૂતલ થયા છે ભોગીરે. મો. એને જાણે મોટા જોગીરે. મો. ૭

એતો કાવે પૂરણ કામીરે. મો. નિષ્કુળાનંદનો સ્વામીરે. મો. ૮

મૂળ પદ

સુણ વાત કહું એક સજનીરે, રંગડો રેલ્‍યો છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી