હું તો મગન થઇ છું મનમાંરે. નાગર નવલ નિરખિને.૮/૮

હું તો મગન થઇ છું મનમાંરે. નાગર નવલ નિરખિને.
મુને ટાઢક આવી તનમાંરે. નાગર નવલ નિરખિને.૧
મારા અંગમાં આનંદ આવ્યોરે. ના. મારો ફેરો સુફલ ફાવ્યોરે. ના.ર
મારૂં ધન્ય ધન્ય જીવત જાણુંરે. ના.મારૂં ભાગ્ય ન જાયે વખાણ્યુંરે. ના.૩
મારાં નયણાં નિરમલ થયાંરે. ના. મારા દેહનાં દુકરિત ગયાંરે. ના. ૪
મારા દલની દુબધ્યા વામીરે. ના. હું તો અંતર શાન્તિ પામીરે. ના.પ
મારૂં પંડડું પાવન કીધું રે. ના. મેં તો રૂપ રુદામાં લીધુંરે. ના. ૬
મારા અંતરમાં ઉતાર્યારે. ના. મારાં સર્વે કારજ સાર્યારે. ના. ૭
હું તો પૂરણ પૂજા પામીરે. ના.નિષ્કુળાનંદના સ્વામીરે. ના. ૮

મૂળ પદ

તારી મોરલી છે મરમાળીરે. મોરલીવાળા મોહનજી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી