મંદિરે આવ્યા મીઠા બોલા, મીઠા માવજીરે, ૨/૮

મંદિરે આવ્યા મીઠા બોલા, મીઠા માવજીરે,

અઢળ ઢળીયા ઢાલે ઢોળા. મીઠા.૧
આવ્યા રમતા ગમતા ગાતા. મી.
મુખે વેણ મધુરી વાતા. મી. ર
માથે મોર મુગટને મુકી. મી.
ઉભા રહીને શિંગડ ફુંકી. મી. ૩
કાંધે કાળી કામળ દિશે. મી.
સુંદર નોંઝણ વિંટ્યા શિશે. મી. ૪
ગળે પેર્યા ગુંજા હાર. મી.
કર્યા ફૂલના શણગાર. મી. પ
છડી છબીલાછે હાથ. મી.
જોયા નયણે નિરખી નાથ. મી. ૬
કેને આગળ કૈયે વાતું મી.
નથી ઢિગલાની ધાતું. મી. ૭
નિરખ્યા નાથ નિષ્કુળાનંદના.
મી. દોલત્ય દીઠી કુંવર નંદના. ૮

મૂળ પદ

તમે લટકાળા છો લાલ, સુંદર શામળા રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી