સાચું બોલોને શામળીયા, કુંવર કાનજીરે.૩/૮

સાચું બોલોને શામળીયા, કુંવર કાનજીરે.

આવા માલ કયાંથી મળીયા. કુંવર કાનજીરે.૧

નંદને ઘેરે નવલખ ગાયુ. કું. તેનું ધન્ય કીયાં ખોવાયું. કું. ર

નથી કનક કાને કોટે. કું. પેર્યું નહીં તે શાની ખોટે. કું. ૩

બાલપણામાં રહ્યા બારા. કું. હજી ફરો છો કુંવારા. કું. ૪

ધાતી ધુતિ રાધા રાણી. કું. અમે જુગતી સર્વે જાણી. કું. પ

છળે કળે કીધું કામ. કું. નથી ખરચ્યો ખોટો દામ. કું. ૬

ઇતો અજાણ્યા ન જાણે. કું. તમે પ્રીત કરો પરાણ્યે. કું. ૭

તમે નાથ નિષ્કુળાનંદના. કું. દલમાં દાવ ઘણાછે ફંદના. કું. ૮

મૂળ પદ

તમે લટકાળા છો લાલ, સુંદર શામળા રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી