મોહન મનહરારે. એતો જીવન અમે જાણું. મો.૭/૮

મોહન મનહરારે. એતો જીવન અમે જાણું. મો.
નથી અમથી એ અજાણું. મો.૧
બ્રહ્મચારપણું મેં ભાળ્યું. મો. તમે રાધાનું ઉજાળ્યું મો. ર
વાટે ઘાટે વૃજની નારી. મો. તે તો રાવ કરે તમારી. મો. ૩
ઓડો બાંધીને અકુલાવો. મો. તોયે બ્રહ્મચારી તમે કહાવો. મો. ૪
નાવે આખણીયે એકીલી. મો. ઘણું ઘેરી કરો ઘેલી. મો. પ
ઘેલું કીધું ગોકુળ ગામ. મો. હવે પરણ્યાનું શું કામ. મો.૬
પરણ્યાએ જો પ્રીત પિયારી. મો. કળે કારજ લીધાં સારી. મો. ૭
નિત્યે નવલી નારી નંદના. મો. ધન્ય નાથ નિષ્કુળાનંદના. મો. ૮

મૂળ પદ

તમે લટકાળા છો લાલ, સુંદર શામળા રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી