રંગડાનો ભીનો રમે રાસમાંજો, સર્વે ગોપી લઇને સાથજો, ૫/૮

રંગડાનો ભીનો રમે રાસમાંજો, સર્વે ગોપી લઇને સાથજો,

આસપાસ વિનતા વીંટી વળીજો, વચમાં છે વૈકુંઠ નાથજો. રં. ૧

સુંદરીની સુંદર વાણી સાંભળીજો, અલબેલો થયા છે ઉલાસજો,

તતપર થયા છે ત્રિકમજીજો, રંગભર રમવાને રાસજો. રં. ર

રસિયે રચ્યો રુડા રાસનેજો, વાજીંતર વાજે છે બહુ વિધજો,

ઝાંઝ મરદંગ ચંગ મોરલીજો. ડફ તુરી શરણાઇ પ્રસિદ્ધજો. રં. ૩

ઘાયે વાયે ઘસરકે બોલે ઘણાજોં, ત્રણે મળી ત્રોડે છે એક તાનજો,

વચમાં વગાડે વાલો વાંસળીજો, ગાયે સપ્ત સ્વર સંગીત ગાનજો. રં. ૪

રમક ઝમક વાગે ઝીણી ઝાંઝરીજો, ઠમકે ઘમકે ઘુઘરી ધંમકારજો,

અંગ મોડે ત્રોડે તાલી તાનનેજો, વાલો કરે વિધ વિધે વિહારજો. રં. પ

રસિયે રમાડયા રૂડી રીતશુંજો, પુરી અમ અબળાની આશજો,

નિષ્કુળાનંદના સ્વામી રિઝિયાજો, રજની કાંયે કરી ખટ માસજો. રં. ૬

મૂળ પદ

વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી