મારી પ્રીત જડી, સુંદરવર શામળીયા શામ સંગાથે, ૨/૮

મારી પ્રીત જડી, સુંદરવર શામળીયા શામ સંગાથે,

કરી મુને નિઃશંક નિહાલ, દિન દયાળરે દિને નાથે,

હું તો મગન રહી મનમાં ફૂલીરે, મારી બોલંતાં બદલી બોલી,

ત્યારે સઉ કોઇ જાણે એ શુદ્ધ ભૂલી. મારી.

હું તો સર્વે કામ કરૂં સવળું, તેને લોક લઇ સમજે અવળું,

હવે તેની વાળી હું તો કેમ વળું. મારી. ર

તેણે ઘરના પરના કહે ઘેલી, અમે જાણી નોતી આવી પેલી,

સુણ શિખ શું થયું સાહેલી. મારી. ૩

કરે કોટ ઉપાય એ સર્વે મળી, કોયે કહે ચિતળીયું ગયું ચળી,

મારી કોય ન શકે કાલપ્ય કળી. મા. ૪

મને ભુધરજીએ નાખી ભુરકી, મળે મોહન તો બોલું મુરકી,

નવ બોલું બોલાવે બીજાં બરકી. મારી. પ

મેતો પાતળિયાજી શું પ્રીત કરી, તેણે જકત વાતની મેં મુન્ય ધરી,

મારે હૃદે બીરાજે એક હરિ. મારી. ૬

એણી પેર્ય થયાં જો ઘેલાં અમે, જેમ જાણો તેમ કેજો તમે,

મારૂં મનમોહનજી સંગે ભમે. મારી. ૭

હું તો નિઃશંક થઇ તન તાપ ટળ્યા, મારા ખોયેલા દિવસના ખગ વળ્યા,

મુને નિષ્કુળાનંદનો નાથ મળ્યા. મારી. ૮

મૂળ પદ

મારું મન હરીયું સુંદરવર શામળીયા સામું જોઇ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી