મારી લાગીરે મારી લાગી, લટકાળાશું પ્રીત.૮/૮

મારી લાગીરે મારી લાગી, લટકાળાશું પ્રીત.

ચિત ચોર્યું મારૂં ચાલમાં.ટેક.

શોભા જોતાંરે શોભા જોતાં, શામળાની શોભીત.

દલ મોયું છે દુશાલમાં.મા. ૧

રંગે રમેરે રંગે રમે, રસિયો નિત્ય નિત્ય.

ખુશી કરે મુને ખ્યાલમાં.માં. ર

જોઇ મોઇરે જોઇ મોઇ, હું તો થઇ ચકિત.

હાલું છું મસ્ત હું હાલમાં. માં. ૩

થઇ સુખીરે થઇ સુખી, અતિ આજ અમીત.

નિષ્કુળાનંદના લાલમાં. માં. ૪

મૂળ પદ

લટકાળારે લટકાળા, લાલ લટંકતો આવ્‍યા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી