મારૂં મન માન્યું મીઠા માવશું જો, રસિયા વિના રયું નવ જાયે જો ૭/૮

મારૂં મન માન્યું મીઠા માવશું જો, રસિયા વિના રયું નવ જાયે જો.

જીવનને જોયા વિના જીવડો જો, વળી વળી વ્યાકુળ થાયે જો.મા. ૧

રઇ હું ન શકું રસિયા વિના જો, પાતળિયાશું બાંધી મારી પ્રીત જો.

સુતાં બેઠાં સાંભરે છે શામળા જો, મોહનજી છે મારો બાઇ મિત જો .મા. ર

દલડું ઠરે છે એને દેખતાં જો, આલિંગન લેતાં ઠરે અંગ જો.

અંતરમાં આનંદ આવે ઘણો જો, રમવા કાંઇ રસિલાને સંગ જો.મા. ૩

મારે સુખદાઇ બાઇ શામળો જો, મોહનજી સાચેરી મિરાથ્ય જો.

મારા પ્રાણ બંધાણા મહારાજશું જો, નિષ્કુળાનંદના નાથ સાથ જો.મા. ૪

મૂળ પદ

ફૂલાlળો આવે છે ફુલ્‍યો ફૂલમાંજો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી