મારો વાલોજી વનને માંયેરે, વાયે છે વાંસલડી.૧/૮

ઓરા આવીને વારી જાઉ વાલરે, એ ઢાળ.

મારો વાલોજી વનને માંયેરે, વાયે છે વાંસલડી.

માંયે ગીત મધુરાં ગાયે રે.વાયે છે વાંસલડી.૧

હરિ હરે છે સહુનાં ચિત્ત રે, વા એવા ગાયે છે ગુણવંત ગીત રે.વા. ર

વૃજવાસીનાં વેંધ્યા પ્રાણરે. વા. મોરલીમાં માર્યા વાણરે.વા. ૩

વ્યાકુળ કર્યા વૃજ જનરે.વા. હરિ લીધા સહુનાં મનરે.વા. ૪

સુણી આવે છે સર્વે સાથરે.વા. જોયા નયણા ભરીને નાથરે.વા. પ

કૃપા કરીને સહુને માથ રે.વા. વાલો નિષ્કુળાનંદનો નાથરે.વા. ૬

મૂળ પદ

મારો વાલોજી વનને માંયેરે, વાયે છે વાંસલડી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી