નજર તારી મારા નાથજીરે, બહુ મારેછે બાણ, ૬/૮

નજર તારી મારા નાથજીરે, બહુ મારેછે બાણ,

જરા હળવા રહિને હેરજોરે, શામળીયા સુંજાણ.૧

એક આંખ્યું અતિ આકરીરે, જોયામાં વળી જોર,

વાંકી નજરના વેગમાંરે, કાપી કાલજ્ય કોર. ર

મીટડલીયે ન મારીયેરે, તીખે નયણે તીર,

નથી રેતી મારા નાથજીરે, ધરતાં હવે ધીર. ૩

ચંચળ નયણની ચોટમાંરે, ચિત કર્યું ચકચુર,

મારી મુકયાં છે માવજીરે, જીવતથી જરૂર. ૪

ઘાયલ કરીને ઘાવસુંરે, મુકી મુને માવ,

કેને પાસ જઇ પોકારીયેરે, કરીયે કીંયા રાવ.પ

અબળા ઉપર એવડીરે, કરવી નો'તી કાન,

નાથ નિષ્કુળાનંદનારે, હરિ શુદ્ધ બુદ્ધ સાન. ૬

મૂળ પદ

મીઠા બોલ્‍યા હો માવજીરે, મીઠડાં તારાં વેણ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી