વાલા લાગોછો વાલમારે, પાતળિયા પરવેણ, ૮/૮

વાલા લાગોછો વાલમારે, પાતળિયા પરવેણ,

માસુખ મુખ જોઇ માવજીરે, ઠાકુંર ઠરીયાં નેણ.૧

આનંદ આવ્યો છે અમનેરે, જોઇને જીવન પ્રાણ,

મન માની તારી મૂરતિરે, શામળીયા સુંજાણ. ર

દેખી ઠરે છે દલડું રે, હૈયે આવે હેત,

નિત્ય ચિતવુંછું ચિતમાંરે, શોભા એ સમેત. ૩

પ્યારા લાગો છો પ્રાણથીરે, અલબેલા આધાર,

ભાવી ગયા છો ભીતરેરે, મન માન્યા મોરાર. ૪

વારેવારે વિલોકતાંરે, આવે છે ઉછાવ,

અખંડ રેજો મારે અંતરેરે, મૂર્તિ તારી માવ. પ

અલબેલાજી અમારડેરે, સદાયે રમે સાથ,

વાલા નિષ્કુળાનંદનારે, અનાથુંના નાથ. ૬

મૂળ પદ

મીઠા બોલ્‍યા હો માવજીરે, મીઠડાં તારાં વેણ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી